ગાંધીનગર-

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બોર્ડની વેબસાઇટ પર જ વિદ્યાર્થીઓના પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ અપલોડ કરવામાં આવી છે. જેમાં અત્યારે રાજ્યની તમામ શાળાઓ દ્વારા રીપીટર વિદ્યાર્થીઓની હોલ ટિકિટ શાળાએ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ શાળા દ્વારા પરીક્ષાર્થીનો ફોટો, સહી અને નિયત વિષય અને માધ્યમિક ખરાઈ કર્યા બાદ પરીક્ષાર્થીઓને આ રિસીપ્ટ આપવાની રહેશે. જ્યારે શાળાઓ પોતાના ઇન્ડેક્સ નંબર તથા શાળા નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી દ્વારા લોગીન કરીને રિસીપ્ટ મેળવી શકશે. મહત્વની વાત કરવામાં આવે તો આજે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ફક્ત શાળાઓ માટે જ ધોરણ-12ના Repeater વિદ્યાર્થીઓના પ્રવેશ પત્ર બાબતે જાહેરાત કરી છે. પરંતુ વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર શાળા તરફથી જ આપવામાં આવશે. જે 10 જુલાઇની આસપાસ વિદ્યાર્થીઓને પોતાના પ્રવેશ પત્ર એટલે કે રિસીપ્ટ પ્રાપ્ત થશે. આમ હવે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓના પ્રવેશ પત્ર પણ બોર્ડ દ્વારા વેબસાઇટ પર મુકવામાં આવશે અને શાળા દ્વારા ડાઉનલોડ કરીને તૈયાર કર્યા બાદ 10 જુલાઇની આસપાસ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આપવામાં આવશે.